નવી દિલ્હી: રાજ્યસભાએ સોમવારે કલમ 370ની મોટાભાગના ખંડોને ખતમ કરીને જમ્મુ તથા કાશ્મીર અને લદ્દાખને બે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા સંબંધી સરકારના બે સંકલ્પોને મંજૂરી આપી દીધી. ભાજપ જ્યાં આ ઐતિહાસિક નિર્ણયનો જશ્ન મનાવી રહી છે ત્યાં મુખ્ય વિરોધી પક્ષ કોંગ્રેસ હજુ એ નક્કી નથી કરી શકી કે તે કેન્દ્ર સરકારના પગલાનું સમર્થન કરે કે વિરોધ કરે. પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમે આ નિર્ણયને ભારતના બંધારણીય ઈતિહાસનો સૌથી ખરાબ દિવસ ગણાવ્યો અને ચેતવણી આપી કે પ્રત્યેક પક્ષે આ મુદ્દે તમામ પક્ષોને જગાડવા જોઈએ. કારણ કે તેને અન્ય રાજ્ય ઉપર પણ અજમાવી શકાય છે. ત્યાંની રાજ્ય સરકારને ભંગ કરીને રાષ્ટ્રપતિ શાસન લગાવી શકાય છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી સાંસદે કેન્દ્ર સરકારની કલમ 370ને હટાવવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો જે જમ્મુ કાશ્મીરને સ્પેશિયલ સ્ટેટસ આપે છે. સદનમાં ગૃહ મંત્રી અમિત શાહના નિવેદન મુજબ આઝાદે ભાજપ પર બંધારણની હત્યા કરવાનો આરોપ લગાવ્યો. 


મોડી સાંજે કોંગ્રેસના અનેક નેતાઓ કલમ 370ને હટાવવાના સમર્થનમાં આવ્યાં. કોંગ્રેસના કાર્યસમિતિના સભ્ય દીપેન્દ્ર હુડ્ડાએ કલમ 370 હટાવવાનું સમર્થન કર્યું. તેમણે પોતાની એક ટ્વીટમાં કહ્યું કે 21મી સદીમાં કલમ 370નો ઔચિત્ય નથી અને તેને હટાવવી જોઈએ નહીં, મારો વ્યક્તિગત કોઈ મત નથી. એવું ફક્ત દેશની અખંડિતતા માટે જ નહી, પરંતુ જમ્મુ અને કાશ્મીર કે જે આપણા દેશનું અભિન્ન અંગ છે તેના હિતમાં પણ છે. હવે સરકારની જવાબદારી છે કે તેનો અમલીકરણ શાંતિ અને વિશ્વાસના વાતાવરણમાં થાય. 



યુવા કોંગ્રેસ નેતા મિલિન્દ દેવડાએ પણ મોદી સરકારનું સમર્થન કર્યું. તેમણે કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ છે કે કલમ 370ને ઉદાર વિરુદ્ધ રૂઢિવાદી ચર્ચામાં ફેરવી દેવામાં આવી. પાર્ટીઓએ પોતાની વિચારધારાથી અલગ હટીને તેના પર ચર્ચા કરવી જોઈએ કે ભારતની સંપ્રભુતા અને સંઘવાદ, જમ્મુ કાશ્મીરમાં શાંતિ, કાશ્મીરી યુવાઓને નોકરી અને કાશ્મીરી પંડિતોને ન્યાય માટે સારું શું છે. 


રાયબરેલીથી કોંગ્રેસ વિધાયક અદિતિ સિંહે પણ કલમ 370 હટાવવાના પ્રસ્તાવનું સમર્થન કર્યું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જનાર્દન દ્વિવેદીએ પણ કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું.